Gujarati Quote in Poem by Anshu Dalal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃદિનની ઉજવણી નિત્ય કર્મ હોવું જોઈએ
માતૃત્વ ઉજવવા નો કોઈ દિવસ થોડો જોઇએ?

માતૃદેવો ભવ: એ તો આપણી સંસ્કૃતિ
ભાવના ના આ પર્વ ને ઉજવવા બસ
દિવસ એક જ શું પર્યાપ્ત છે?

સંબંધ પૂર્વજન્મના જેની નાડ સાથે બાંધ્યો
આ જન્મ ના બંધનને બાંધવા બસ
દિવસ એક જ શું પર્યાપ્ત છે?

ઇશ્વર તુલ્ય જેને ગણીને ઓ જનની તુજને
કૃતજ્ઞતા દર્શાવવા તને બસ
દિવસ એક જ શું પર્યાપ્ત છે?

માત જનની, માત સખી, માત શિક્ષક સ્વરૂપ
વિવિધ રૂપોને ગ્રહણ કરવા બસ
દિવસ એક જ શું પર્યાપ્ત છે?


#MothersDay

Gujarati Poem by Anshu Dalal : 111930951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now