મને મારી માત બોલાવે છે...
ઘર જૂનું થયું, ખંડિત થયું
પણ વ્હાલ તો એમનો એમ જ છે,
કેમ કે
ઘરની ભીતરમાં અપાવે છે યાદ તારી,
મને મારી માત બોલાવે છે...
શહેરના ઘોઘાંટમાં કે રાતની નિરવ શાંતિમાં,
મારા હૃદયને ગજવી મુકે છે,
કાને પડે બેટા શબ્દ ને
હુંફારો સ્પર્શ માથે થઈ પડે છે.
ત્યારે આંખ ભીની થઈ વહી જાય છે.
મને મારી માત બોલાવે છે...
સપનાં તુટે કે આંસુ સરે અમથી વાતમાં,
કોઇ વાતથી ડઘાઇ જાવ જ્યારે,
પાલવ ભીતર લપાવી દેતી,
એ પાલવની ભીનાશ ટાઢક આપે છે.
મને મારી માત બોલાવે છે...
#MothersDay