પ્રેમ ની પ્રીતમ, સફ઼ર ના ડાયરામા નિર્ણય શુ લેવાનો,
પ્રાણના પોકારે દેહ વીંજાશે એમ આસરો શુ લેવાનો,
નીતિના નિયતિથી તર્સવુ કે વર્સવુ એ કાફ઼લૉ શુ લેવાનો,
આભ ધરા ને મળવા વર્ષે મૌસમ ની ખૂબી તુ શુ સમજી લેવાનો,
અંધારી રાતના આયના મા પ્રતિબિંમ ચહેરા નુ જાણી શુ લેવાનો,
વેદનાનું તૂટતુ મોંન અને આંસુઓનો આસરો નગરમા હાસ્ય થી શુ જાણી લેવાનો,
નીર તો બધે વહે છે, વર્ષા વર્ષે તો ધરાનો આનંદ તુ શુ જાણી લેવાનો,
ઓશિયાળું તો જર્ મર વર્સાદ ના અમે તો વૃક્ષોની છાયડે રહીને તમે શુ જાણી લેવાના,
રેખાઓમા શોધે લેખનના લેખ, હાથ રોજે રોજ જોઇનેય જાણી શુ લેવાનો,
ઇશ્વરને સંગાથે રાખ, નિયતિનું જણાઈ દવ તો હાસ્ય શુ જાણી લેવાનો.
DEAR ZINDAGI 😊