શરીર નું પ્રેમ સ્મશાન સુધી,
આત્માનું પ્રેમ બ્રહ્માંડ સુધી.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
હવે નકી તમારે કરવાનું છે કે તમારે કેવુ પ્રેમ જોઈએ છીએ, કેવું પાત્ર જોઈએ છીએ, કામના નો ભૂખ્યો કે રામ નામનો ચાહક.
તમારા આત્મા ને પ્રેમ કરનારો તમને પરમાત્મા સુધી લઇ જશે. અને શરીર ને પ્રેમ કરનારો તમને કામના ના દ્વારે લઇ જશે કામના નો કોઇ અંત નથી. એતો નવી નવી જાગ્યા કરશે.
આત્મા ને પ્રેમ કરનાર તમને મોક્ષ ના માર્ગે લઇ જશે.
જ્ઞાન એ આત્મા નો મૂળભૂત ગુણધર્મ છે. ધર્મ એનો મોતી સમાન ખોરાક છે. ધર્મ ને ગ્રહણ કરીને આત્મા જ્ઞાનમય બંને છે
"સંસ્કાર એ આપણા શરીર ના અંગરક્ષક છે."
"અને ધર્મ એ આપણી આત્મા નો રક્ષક છે"
સંસ્કાર આપણને ખરાબ કાર્ય કરવાથી રોકી લે છે. અને ધર્મ આપણના આત્મા ને દુસ્કર્મ કરવાથી રોકી લે છે. આ વાતો બહુ ઝીણી છે પણ એને સમજવી બહુ જરૂરી છે. જ્ઞાન વગર નું ઇન્સાન પશુ સમાન છે.