Gujarati Quote in Poem by Priya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાહ જોવે છે ...

એ જૂની ગલીઓ અને જુના રમકડાં રાહ જોવે છે ..

એ ચોમાસા નો પહેલો વરસાદ રાહ જોવે છે ..

વીતી ગયેલ બાળપણ અને ..

ખાટાંમીઠ્ઠા કિસ્સા રાહ જોવે છે..

એ તૂટેલા બેટ અને ખોવાય ગયેલ રમતો રાહ જોવે છે ..

રહી ગયેલ પેપર ના ડૂચા રાહ જોવે છે ..

તૂટી ગયેલ પેન્સીલ અને..

નવી નકોર પેન રાહ જોવ છે ..

એ દીવાળી વેકેશન ના ફટાકડા અને ..

ઉનાળા વેકેશન ના બરફ ગોળા રાહ જોવે છે ..

એ મિત્રો જુના અને શિક્ષકો શિસ્તબથ ..

એ સ્કૂલ ના જૂના કિસ્સા રાહ જોવે છે..

એ સાયકલ ની મિત્રો સાથે ની રેસ રાહ જોવે છે ..

એ માં ની આખો જે પોતાના બાળક ની રાહ જોવે છે ..

એ દાદી ના તૂટી ગયેલ ચશ્માં રાહ જોવે છે...

એ જૂની ગલી અને જૂનું ઘર રાહ જોવે che

Gujarati Poem by Priya : 111929926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now