...." આકુળવ્યાકુળ "
ધૂન સાંભળી વાંસળીની, રાધા બની આકુળવ્યાકુળ;
વૃંદાવનમાં મળવા કાનાને, રાધા સજી આકુળવ્યાકુળ;
મહેરામણ કરે પુકાર સજનીને, ઘુઘવાટ કરતાં કરતાં,
આલિંગનમાં ભરવા સાજનને, થઈ નદી આકુળવ્યાકુળ;
લઈ ઈચ્છા એક દર્શનની, ચાખી ચાખી કર્યાં બોર એકઠાં,
પધારે શ્રીરામ આંગણે, પ્રતીક્ષામાં શબરી આકુળવ્યાકુળ;
વિખૂટા પડેલ બે મિત્રોના, મિલનના સાક્ષી બનવા કાજે,
આરોગે પ્રભુ એકવાર, તાંદુલની પોટલી આકુળવ્યાકુળ;
પ્રેમનો કરિશ્મા પણ કેવો અજીબોગરીબ છે "વ્યોમ" ?
કે કોઈ એકના દિદાર માટે, રહે આંખડી આકુળવ્યાકુળ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.