માતૃભાષા દિવસની સૌને શુભેચ્છાઓ !
માતૃભાષા મારી વહાલી,
કાગળમાં મેં કલમે કંડારી!
અંગ્રેજી છે બારી
ડોકિયું કરવા દુનિયામાં જરૂરી!
સપનાં ને કલ્પના કિન્તુ સજે,
માતૃભાષાના જરિયે!
નર્મદે વધારી ગૌરવગાથા,
મેઘાણીજી એની રસધારા!
મુન્શીજીનો ગુજરાતનો નાથ,
કલાપીના કાવ્યોનો કેકારવ!
નરસૈયાનાં પદો, મીરાનાં ભજન,
છે સૌ મારી માતૃભાષાનું ધન!
દુનિયામાં હર ખુણે ગુજરાતી,
સૌના મન હરી લે હોંશીલો ગુજરાતી!
હર બાળને શીખવો માતૃભાષા,
બનશે હર બાળ ભાવિની આશા!
રત્ના પટેલ જરીવાલા.(વિદૂષી)
( ૨૧/૦૨/૨૦૨૪ )