Gujarati Quote in Poem by Meetal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતો ના વાયરા બહુ ફેંકાયા,
કોઈ અર્થ ઉપજાવી જાય ને,
તો મજા આવે..

સંબંધોની સંતા કુકડી બહુ રમી લીધી,
કોઈ ખો કહી ને પીઠ પર થાપલી મારી જાય ને,
તો મજા આવે..

મન મોરલો બની ટહુક્યા કરે એકાંત માં,
ક્યારેક ટહુકા જાહેરમાં પણ રેલાવતો જાય ને,
તો મજા આવે..

સુખ-દુઃખ સૌએ એવા ઢાંક્યાં કે હસવું-રડવું પણ ગૂંગળાવે,
એ ભેદ સૌને સમજાય જાય ને,
તો મજા આવે..

બંધ મુઠ્ઠી માં ખબર નહી કેટ-કેટલી ઈચ્છાઓ લઈ ને આવ્યા,
ઈચ્છાઓ પૂરી થાય ને,
તો મજા આવે...

ચારે દશ નો વાયરો ફેંકાય છે દરિયા રૂપી દુનિયામાં ,
જહાજ કિનારે હૅમખેમ પહોંચી જાય ને,
તો મજા આવે...

Gujarati Poem by Meetal : 111929560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now