.ॐ. એક પિતાને સહજ થાય .ॐ.
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ફરજ પુછે કેમ ને,જુવાની સમજાય,
સમયના ઝાંઝવાં જોશે અફળાય,
આનંદે અભીભુત અમથો અટવાય
એક પિતાને સહજ થાય.....
પિતૃક ફરજોને પ્રસંગ મનાય,
વારસાઇના સંસ્કારોનુ નુતન થાય,
સંતાનોના વિચારે સમાગમ થાય,
એક પિતાને સહજ થાય.....
સંવાદનો વ્યવહારિક ઉકેલ શોધાય,
અપવાદનો અસંતોષ સમજાય,
સફળ સંકલને સુમેળ સચવાય.
એક પિતાને સહજ થાય.....
ઘર્ષણ જ્ઞાનનું સહજ સમજાય,
વર્તન વાણીનું વેળાસર વરતાય,
જ્ઞાન-વાણીનો નાતો સચવાય.
એક પિતાને સહજ થાય.....
અનુભવના અસમંજસ ઉલેચાય,
પારદર્શીતાએ પરિપક્વ પરખાય,
ત્યારેજ'શર્વ'પ્રસન્ન પરિવાર પુજાય.
એક પિતાને સહજ થાય.....
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
સ્વરચિતઃ--- જયલીન. ...ॐ...