આંધળા મારગ બતાવે
મુંગા આપે જ્ઞાન
જ્ઞાનીજનો ચૂપ બેઠા છે
ચાપલૂશી કરે એના બહુમાન
અમૃત કોઈને ગમતું નથી
મદિરા નું કરે સૌ પાન
પૈસા વાળા ની પાછળ ફરે
ગરીબ નું નહીં કોઇ માન
બીજાનું પડાવીને ખાઈ જાય
પોતાનું આપે નહીં દાન
દુઃખી જોઈને રાજી થાય
સુખી જોઈ થાય પરેશાન
દિકરી ને ગાય ને દુઃખી કરીને
માનવ ભુલ્યો છે ભાન
જુઠા લોકો ને સૌ કોઇ માને
સાચા ને નથી મળતું સન્માન
સવારે ઉઠીને મંદિરે જાય
વડીલો ને આપે નહીં માન
"આર્ય " આવા યુગ થી મારો
રામ બચાવે સૌને આપે જ્ઞાન
લી..... સુરજબા ચૌહાણ "આર્ય "