Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દબાય ગયું તૂટેલા પુલમાં, મારું આ ગુજરાત,
સાચું અહીંયા તુ બોલ મા, મારું આ ગુજરાત.

દારૂબંધીના ખૌફ નીચે ગળીઓમાં બોટલ ખુલે,
ને સફેદ પાઉડરના નશામાં યુવા પેઢી કેવી ઝૂલે.
નેતાઓ ભાગે થઈ તપે છે આ જનતાના ચૂલે,
ગાંધીછાપ મેળવવા ગાંધીના આદર્શને જે ભૂલે.
સમંદર જેવું સમાયું ડોલમાં, મારું આ ગુજરાત...

ખેડૂતને ન આપે પાણી, ઉદ્યોગો કરે એ લ્હાણી,
ચૂંટણી સમયે વેષધરે, બોલે સરદારની એ વાણી.
ભ્રષ્ટાચારને બુલંદ કરવા, કરે છે અહીં ઉઘરાણી,
એક મૃત્યુનો દાખલો મેળવવા, પગે આવ્યા પાણી.
એ મોટા ગરીબો બેઠા હોલમાં, મારું આ ગુજરાત...

એ દ્રશ્ય કેમ ભૂલું હું, જીવતા બાળકો બળે છે,
તેના એક ન્યાય માટે હજુ અનેક પરિવાર લડે છે.
ગુર્જરમાતાના ખપ્પરમાં નિર્દોષની આહુતિ ચડે છે,
નેતાઓ સદનમાં માત્ર કાગળ પર કાયદાઓ ઘડે છે.
નકલીપણું આવી ગયું ટોલમાં, મારું આ ગુજરાત...

આ વીરોની ધરતી પર સુરક્ષા વચ્ચે પેપર ફૂટે છે,
બાગનો માળી ખીલેલા બાગને સરેઆમ લૂંટે છે.
ને સત્તાના શરણે આવે તો દેશદ્રોહી પણ છૂટે છે,
ખાદી તો પહેરી લીધી, હૃદયના સંસ્કાર ખૂટે છે.
મનોજ સમાયું એક પોલમાં મારું આ ગુજરાત...

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111929444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now