જીવન સત્ય રજૂ કરતી , સાધારણ લાગતી એક અસાધારણ ફિલ્મ એટલે "લાપતા લેડીઝ" . એકે એક શબ્દ, એક એક દૃશ્ય માનવજાતિના સર્વસામાન્ય મન:સ્થિતિ નું જીવંત ચિત્રણ છે. Netflix પર હવે ઉપલબ્ધ છે.
હું કદી ફિલ્મ રીવ્યુ ને કોઈ આર્ટિકલ તરીકે લખતી નથી. પણ આ ફિલ્મ પ્રત્યે એક માન ઉપજી આવ્યો છે એટલે લખું છું .આમાં અભદ્ર ગીતો કે દૃશ્યો, ક્લબ નું સંગીત , બંદૂક કે બોમ્બ કે મારામારી થી દુર ગ્રામીણ ભારત ની હકીકત સામે આવે છે. ફિલ્મો તો ઘણી ગમે પણ જી મને ગમે એ બધાને ગમે એવું જરૂરી તો નથી ,બધાની પોતાની પસંદ હોય છે. પણ "લાપતા લેડીઝ"માં કલાકારોનું કામ, દિગ્દર્શક નું ઊંડાણ, વાર્તા અને સંવાદ ની દિલ ને અડતી સચ્ચાઈ જોઈ આ ફિલ્મ ઓસ્કર સુધી પહોંચે એવી મનોમન ઈચ્છા છે . એટલે સર્વ સુજ્ઞ દર્શકો આ ફિલ્મ જરૂરથી જોવે એવો આગ્રહ રાખું છું.