Gujarati Quote in Poem by Nency R. Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અકારણ આવ્યા તો ગમ્યું મને,
નિર્લજ્જ બન્યા ચાહ ચડ્યું મને!

સમય જાણે મોંઘી ભેટ ખરું ને?
ખૂબ આપી મન થનગન્યું મને!

અકાળે થતી કથિત અમુક ઘટના,
ચૂક ક્યાં મારી ? ન જડ્યું મને!

દીધું પ્રેમને પુરતું મહત્વ અને સમય,
ઈમાજ માન મારું ગુમાવ્યું મને!

દરેક સવાર સાથે ફર્યા તારા વિચાર,
લાગણીઓ મારી ને ન ખપ્યું મને!

કાલ સુધી જે હતી પ્રથમ પ્રાથમિકતા,
આજે અચાનક એમાં શું નડ્યું તને?

રમકડું તો હુંય નથી હેને મારા ઝાલીમ,
તોયે વિખોળીને મને શું મળ્યું તને?

પ્રેમ છે કોઈ કામ નહી આ સમજ,
સમય સમયનું કામ કરશે સમજાયું તને?

ને હું તો રાહબર હમણાં દોડી જાયશ,
પછી તારું શું? એ વિચાર્યું તને!

~Nency R. Solanki

Gujarati Poem by Nency R. Solanki : 111928961
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now