મારી લાડકી મોટી થય ગય..
જે ચાલતી હતી મારી આગળી પકડી ને
આજે સહારો આપતી થય ગય..
ડરતી હતી જે અંધારા થી ..
આજે ખુદ જ પ્રકાશ થય ગય..
મારી લાડકી મોટી થય ગય..
જીદ કરતી આખા ઘર માં ..
આજે ચૂપચાપ બધાનું માનતી થય ગય..
મારી લાડકી મોટી થય ગય..
સપના માટે લડતી સમાજ થી..
આજે સમાજ શું કહેશે એ વિચારી
સપના કુરબાન કરતી થય ગય..
મારી લાડકી મોટી થય ગય..
પૈસા માગતી જીદ કરતી ને ..
એટલું બધું કેમ આપ્યું એમ કહેતી થય ગય..
મારી લાડકી મોટી થય ગય..
પપ્પા ની રાજકુમારી અને મા ની લાડકી..
ભાઈ ની જાન દાદા દાદી નો શ્વાસ..
મારી લાડકી મોટી થય ગય..
એક ખરોચ માં આખું ઘર માથે લેતી ..
આજે તાવ માં પણ કામ કરતી થય ગય..
મારી લાડકી મોટી થય ગય..
બધું કહેતી બધું જ સમજાવતી..
મારી લાડકી અમારા થી જ આંસુ છુપાવતા શીખી ગય..
મારી લાડકી મોટી થય ગય..
એક ઊંચા અવાજ થી ડરી ને રડતી ..
કોઈ નો માર ખાઈ ને પણ જીવતા શીખી ગય...
મારી લાડકી મોટી થય ગય..