દિકરી જુએ
લગ્ન કેરી કંકોત્રી
આંખો વરસે
પોતાનું ઘર
હવે પિયર થશે
પારકી થઈ
સહોદરોનો
સંગ પલમાં છૂટશે
કેમ રહીશ?
દુનિયાના આ
અજબ છે રિવાજો
દિકરી સહે
એક શરીર
એક દિલ ને મન
બે ભાગ થાય
જન્મી એ તો
પિયર, લગ્ન થયા
એ તો સાસરું
છતાં હસતી
બધાને હસાવતી
પોતે રડતી
હૈયે ઉમંગ
નવા જ જીવનનો
આંખો હરખે
વળી, વિચારે
મહેમાન બનશે
પોતાના ઘરે
હકથી કદી
રસોડે ન જવાશે
એ તો ભાભીનું