પપ્પા..
મારે ઉંચા આકાશ માં ઉઠવુ છે..
મારે પણ ભાઈ ની જેમ તમારો દિકરો બનવું છે..
ભણીને મારે પણ મા-બાપનુ નામ રોશન કરવું છે..
ખરા અર્થમાં આઝાદી માણવી છે મારે..
મારે પણ તમારા ઘડપણની લાકડી બનવું છે...
હંમેશા તમારી પાસે નાનકડી પરી બનીને રહેવું છે..
તમારા નામથી ઓળખાવ છું હું પણ...
મારા નામ થી ઓળખાવ એવું કરવું છે....
અડધી રાત્રે પણ બહાર જઈ શકું એવી..
આઝાદી સ્ત્રી માટે બનાવવી છે મારે્..
ભાઈ દિકરો છે એ કમાઈ ને આપશે એટલે જ ..
ભણાવો છો ને તમે હું પણ કમાઈ આપીશ...
મારે અંનત આકાશ નું પંખી બનવું છે..
દરિયાના મોજા ની જેમ ઉછળવુ છે મારે..
આઝાદ બની મુક્ત પણે ભમવું છે મારે..
મારા સપનાની ઉડાન ભરવી છે મારે..