ન કર મારા રસોઈ નો અનાદર ..
હું એક અન્નપુર્ણા છુ..
ન કર મારા પરિવાર ની ચિંતા ..
હું યમરાજ પાસેથી જીવનદાન લેનાર સાવિત્રી છું..
ન કર મારી ધીરજની કસોટી..
ચોદ વર્ષ સુધી તપ કરનાર ઉર્મિલા છુ..
ન કર તું મારા ચારિત્ર્ય પર શંકા..
હું એક સતી અહલ્યા છું ...
ન કર મારા પ્રેમ પર અવિશ્વાસ..
હું અગ્નિ પરિક્ષા આપનાર સીતા છુ...
ન કર મારા વસ્ત્રો નું હરણ..
હું દુ:શાસનની છાતીનું લોહી પીનાર દ્રોપદી છું..
ન કર તું મારી શકિતનો પરિચય
હું ન હારનારી મહાકાળી છું..
#####(સમાપ્ત)#####