વાચક મિત્રો મનોરંજન દ્વારા લોકોને સારી સમજણ આપી શકાય છે. પણ લોકો પૈસા કમાવા માટે થઈને લોકોને ગેરમાર્ગે દોરે છે. તમે ઘણી સિરિયલો જોઈ હશે એમાં સાસુ વહુને ઝગડતા જ બતાવવામાં આવે છે.
બીજું સિરિયલ કોઇ પણ હોય સ્ટોરી ના મુખ્યપાત્રો માં કા તો એક સ્ત્રી એક પતિ અને એક પૂર્વ પ્રેમી ની વચ્ચે આખી જીંદગી પીસાતી રહશે.
અથવા એક પુરુષ પત્ની અને પ્રેમિકા ની વચ્ચે આજીવન કંટપુતળી નું નાચ નાચતો રહેશે.કાંતો પછી દેરાણી જેઠાણી આખી જીંદગી એક બીજા સાથે નવા નવા બહાના અને કાવતરા કરીને સિરિયલ ને આગળ વધારવવા માં આવે છે. કોઈને મારી ને ફરી પાછા જીવતાં કરવામાં આવે અને ભોળી જનતા મૂર્ખ બન્યા રાખે.
મિત્રો તમે બોર્નવીટા ની જાહેરાત તો જોઈ જ હશે. એમાં કહેશે બોર્નવીટા દૂધમાં મિલાવો અને દૂધની શક્તિ વધારો અને આમાં ભણેલ ગણેલ વર્ગ હોસે હોસે છોકરાઓ ને બોર્નવીટા પાય છે.
હવે એવુ કોઇ નથી વિચાર તું કે હકીગત માં કોણ કોની શક્તિ વધારે છે. કમ્પની એવુ કેમ નથી કહેતી કે બોર્નવીટા ને એક ગ્લાસ પાણી માં નાખો અને પાણી ની શક્તિ વધારો. દૂધ માં જ સુકામ કારણ દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધમાં તો પહેલાથી જ શક્તિ છે.દૂધ ને બોર્નવીટા ની જરૂર નથી. એક ગ્લાસ દૂધ દરરોજ તમારૂં બાળક પીસે તો શક્તિ તો આવવાની છતાં લોકો મૂર્ખ બંને છે.
ઘણી સ્ત્રીઓ બાળકો ને કીંડજોય, ચોકલેટ, લઇ આપતી હોય છે. મારા બાળકો મને કહે મમ્મી મારા માટે પણ કીંડજોય લઇ આવજે ત્યારે હું એક કિલો ગોળ લઇ આપું બાળકો ને કારણ બાળકો નથી સમજતા મારે તો સમજવું જોઈએ ને શુ સારૂ છે મારા બાળક માટે.
અને મિત્રો આમાં ગામડા ના અભણ લોકો કરતાં શહેર ના ભણેલો વર્ગ વધારે મૂર્ખ બંને છે. માટે મનોરંજન જરૂરી છે, પણ આપણો લાભ ગેરલાભ આપણે જાતે સમજવાનો છે. સમય નો સદુપયોગ કરો દુરપયોગ નહિ.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "