Gujarati Quote in Blog by RajniKant H.Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જે લોકો પોતાના પરિવાર*
*માટે 23 વર્ષ થી 56 વર્ષ*
*કમાવવા માં વ્યસ્ત રહે છે*
*આજે તેમને સમર્પિત છે*
*આ નાનકડી રચના*

*કેવી રીતે 23 વર્ષ થી 56 વર્ષ*
*ની આ સફર પુરી કરી*
*ખબર જ ના પડી* 😔

*શુ પામ્યા શુ ગુમાવ્યું*
*ખબર જ ન પડી* 😒

*બચપણ ગયુ*
*ગઈ જવાની*
*ક્યારે પ્રોઢઃ થયા*
*ખબર જ ના પડી* 🤔

*કાલ સુધી તો દીકરો હતો,*
*ક્યારે સસરો થયો*
*ખબર જ ના પડી* 😊

*કોઈ કહેતું ડફોળ છે*
*કોઈ કહતું હોશિયાર છે*
*શુ સાચું હતું*
*ખબર જ ના પડી* 😉

*પહેલા માં બાપ નુ ચાલ્યું*
*પછી પત્ની નુ ચાલ્યું*
*પછી ચાલ્યું છોકરાઓ નુ*
*મારું ક્યારે ચાલ્યું*
*ખબર જ ના પડી* 😀

*દિલ કહે છે હજુ જવાન છુ,*
*ઉમ્ર કહે છે સાવ નાદાન છુ*
*બસ આ જ ચક્કર માં કયારે*
*પગ ઘસાઈ ગયા*
*ખબર જ ના પડી 😱*

*વાળ જતા રહ્યા*
*ગાલ લબડી ગયા*
*ચશ્માં આવી ગયા*
*કયારે સુરત બદલાઈ ગયી*
*ખબર જ ના પડી 🧖🏽‍♂️*

*કાલ સુધી કુટુંબ જોડે હતા*
*કયારે કુટુંબ વિખરાયો*
*કયારે નજીક ના દૂર ગયા*
*ખબર જ ના પડી 😒*

*ભાઈ બહેન સગા સબંધી*
*ટાણે ત્યોહારે ભેગા મળે*
*ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી*
*ખબર જ ના પડી 😊*

*જીંદગી ને જી ભરી જીવી લે*
*પછી ન કહેતો કે............*
*ખબર જ ના પડી*🙏
👏🏻🌹👏🏻

_*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_

_*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_

_*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_

_*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_

_*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_
_*તે "અવશેષ" બની જાય તે પહેલા*_
_*તેને "વિશેષ" બનાવી લઈએ !*_

*"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !*

*"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"*
🌹


*એટલે જ*

```એકબીજાનું માન રાખો.```
```ભૂલોને ભૂલી જાવ.```
```ઈગો ને એવોઇડ કરો.```

```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.
🙏🏻
*નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે*..🙏🏻

Gujarati Blog by RajniKant H.Joshi : 111927224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now