ઉજવી લો…
ખુશીની એક પળ! ક્યાંક મળે, ઉજવી લો,
ચોરીને એક ક્ષણ! પ્રિય સંગ ઉજવી લો!
મળે છે ક્યાં? સાચુકલો માણસ આમ રસ્તે,
અનુભવાય જો માણસાઈ! એને ઉજવી લો!
નથી કોઈ ચાલતું આમ, સાથ જીવનભર,
સાત પગલાંનો સાથ! પ્રેમ થી ઉજવી લો!
સંબંધોની, આવન જાવન છે આ જિંદગી,
યાદગાર સ્મરણોનો! સાથ ઉજવી લો!
ગમા અણગમા કે, રાગ દ્વેષ ને છોડી,
“ચાહત” મન ની! ખુદ સંગ ઉજવી લો!!
💕ચાહત💕
(Neha Desai, NJ)