✨"ક્યાં ગયું બાળપણ મારૂં"✨
નિશ્ચિંત નીડર ને નખરાળું,
મોજ- મસ્તી થી મર્માળું;
ક્યાં ગયું બાળપણ મારૂં?
આંબા ની ડાળી એ ઝૂલતું
ભર ઉનાળે પરસેવે નીતરતું,
નદી ને ઝરણાં માં વહેતું.... ક્યાં ગયું બાળપણ મારૂં ?
ગામ ને ગોંદરે હિંચકતું,
બેફીકર ધૂળમાં દોડતું.... ક્યાં ગયું બાળપણ મારૂં ?
કિટ્ટા- બુચ્ચા થી સંબંધ સુધારતું,
દફ્તર નાં ભાર થી થાકતું.... ક્યાં ગયું બાળપણ મારૂં ?
મમ્મી ની વાર્તા સાંભળતું,
મિત્રો સાથે હસતું ને રમતું.... ક્યાં ગયું બાળપણ મારૂં ?
ભવિષ્ય- ભૂત થી પર વર્તમાન માં જીવતું,
સુખ દુઃખ ને કદી ન ગણતું.... ક્યાં ગયું બાળપણ મારૂં ?
જીવન ને ખરા અર્થમાં માણતું ,
દરેક વાતમાં આનંદ ને ભાળતું.... ક્યાં ગયું બાળપણ મારૂં.
શોધું છું મારાં એ સુવર્ણકાળ ને
મળે જો ફરી જીવવા તો,
જીવી લેવું છે બાળપણ ને....👶❣️