હા હું જાતને જ હેરાન કરું છું,
એકલો જ ખુદને પરેશાન કરું છું,
માનતું નથી મન મારું કહ્યું,
એટલે મનનો ગુલામ થઈ ગયો છું,
હા હું જાતને જ હેરાન કરું છું
આખો દિવસ બસ તું જ તું,
મિનિટ,પળ,ક્ષણ મરું હું જ હું,
વિસરાતી જ નથી તું મનમાંથી,
સતત તને જ સ્મર્યા કરું છું,
હા હું જાતને જ હેરાન કરું છું,
નથી ભૂલી શકતો કે નહિ ભૂલી શકું,
તારી એક એક વાત યાદ કરું હું,
શબ્દો તારા સતત ઘૂંટ્યા કરું છું,
તારી છબી બસ જોયા જ કરું છું,
હા હું જાતને જ હેરાન કરું છું...
અશોક ઉપાઘ્યાય