ભલે ને તું ન બોલે, આંખો કહે છે મહોબત છે,
તારી મુસ્કાનના કાગળ પર લખેલો એ ખત છે.
નામ ભલે અલગ અલગ હોઈ મારાં દુનિયામાં,
તારો દીવાનો છું બધાનો અહીંયા એક મત છે.
ને આ દુઃખને પણ અમે હસીને પી ગયા છીએ,
જગતને સદા લાગ્યું છે કે મારે સદા વસંત છે.
વાતો પ્રેમની કરવી સારી લાગે છે આ જમાનાને,
કરે જો કોઈ પ્રેમ તો જમાનાની જ કરવત છે.
મનોજ નિરાધાર લાગણી ને લઈ ફરતો રહ્યો હું,
શાંતિની અનુભૂતિ થઇ, મળેલી તારી આ છત છે.
મનોજ સંતોકી માનસ