હું ડગ માંડું છું,તું રાહ બતાવજે.
હું શબ્દ બોલું છું ,તું વાક્ય બનાવજે.
હું આંખ બંધ કરું છું, તું છબી બની આવજે.
હું તન લઇ ને આવું છું, તું મન બની આવજે.
હું કર જોડું છું, તું દર્શન કરાવજે.
હું શ્વાસ લવ છું ,તું વાયુ બની ને આવજે.
હું અંતર ના દ્વાર ઉઘાડું, તું છબી તારી કંડાર જે.
હે ઈશ્ર્વર હું પ્રાથના તારી કરું છું,
તું મારી પ્રાર્થના સ્વીકારી આશીર્વાદ તારા આપજે.
-: પાર્થ :-