એક પ્રેમ આવો પણ...
એક વૃદ્ધા કોમામાં સરી ગઈ હતી. છેલ્લા પાંચેક વર્ષથી નર્સિંગ હોમના બેડમાં સારવાર હેઠળ હતી. વૃદ્ધ પતિ બરોબર તેની કાળજી લેતો. એક દિવસ ત્યાંની મેટ્રને તેમને પછયું- “દાદા, તમે આટઆટલી સેવા કરો છો પણ દાદીમાને તેની સમજણ જ નથી. એ તમને ઓળખતાંય નથી.” ત્યારે દાદાએ કહ્યું, દીકરી મને એ વાતની જાણ છે. અમે આખી જિંદગી સાથે વિતાવી છે. આજે ભલે એને કશું યાદ ન હોય પણ મને તો યાદ છે તે કે એ કોણ છે? પ્રેમ એટલે વ્યક્તિ જેવી છે તેવી જેમ છે એમ મનથી તેનો સંપૂર્ણ સ્વીકાર કરવો...