મેઘધનુષી રંગો
ચાહો તો મેઘધનુષી રંગો ની લહેર છે જિંદગી.
ચાહો તો પ્રકૃતિ ની અનમોલ દેણ છે જિંદગી.
બચપણ ની નિદોષૅતા ની ઉતમ દેણ છે જિંદગી.
કિશોરાવસ્થા ના પ્રશ્ર્નો ની દેણ છે જિંદગી.
તરુણાવસ્થા માં મિત્રો નો ઢેર છે જિંદગી.
યૌવન ના હૈયા નો અમૂલ્ય પ્રેમ છે જિંદગી.
પ્રૌઢાવસ્થા એ પરિવાર ને જવાબદારી નો મેળ છે જિંદગી.
વૃદ્ધાવસ્થા માં ઈશ્ર્વર ને ભજવાનો ટેવ છે જિંદગી.
જિંદગી ને મેઘધનુષી રંગો થી માણો તો રંગીન છે જિંદગી.
જિંદગી ને ખેલદિલી થી ખેલો તો ઉતમ ખેલ છે જિંદગી.
સંબધોરૂપી રંગો નો પંચરંગી મેળ છે જિંદગી.
શ્રેષ્ઠ રીતે ભજવો તો રંગમંચ નો ખેલ છે જિંદગી.
સુખ ને દુઃખ ના રંગો થી ઘોળેલ ઉતમ લેપ છે જિંદગી.
સફળતા ને અસફલતા નો રંગેલો માગૅ છે જિંદગી.
આંનદ ને શોક નો રંગીલો તાલમેલ છે આ જિંદગી.
માન અપમાન નો રંગીન બેલ છે આ જિંદગી.
નસીબ નો મહેનત સાથે નો ખેલ છે આ જિંદગી.
ભરપુર પીવો રંગો નો ભરેલો અમૃતી ઘટ છે જિંદગી.
જીવન રૂપી રંગોળી નો એક રંગીન ઢેર છે જિંદગી.
મને લાગે છે કલમ નો કાગળ સાથે નો મેળ છે આ જિંદગી.