મારા અંતર ના કબાટ માં,
હજુ યે ઘણી યાદો સાચવેલી છે.
તારો એજ હસતો ચહેરો,
તારા એ નખરાળી આંખો,
તારા એ ગુલાબી અધરો,
તારા એ લહેરાતા વાળ,
તારી એ છમક છમક્ ચાલ,
તારી એ કડલી નો અવાજ,
તારા ઝાંઝરનો ઝણકાર,
તારું એ ઘાયલ કરે એવું સ્મિત,
તારા એ કાન ના કુંડળ,
તારો એ મધુરો અવાજ,
જાણે આખો કબાટ તારી યાદો થી ભરાયો છે.