ફરે છે.
તું જ છે વિશ્વાસ સાથે દ્વાર ખોલી ને ઠરે છે.
કેટલી આશા અહીં, ખોટી પડી બોલી ડરે છે.
સાવ સ્હેલું કામ સોંપેલું છતાં પૂર્ણ થતું નહિ
લોક નિંદા સાંભળીને એ નકામો ત્યાં મરે છે.
શ્વાસ લઈને દોડવાનું જિંદગીએ શિખવાડ્યું,
ધ્યેય નક્કી છે નિશાની ખાસ મૂકીને ફરે છે.
જાણકારી મેળવીને લાભ ઉઠાવ્યો ઘણોયે,
જોઈ બરબાદી એ પશ્ચાતાપથી રડતો ભરે છે.
આંખ પરથી ઓળખી જાણી ગયા મન, એટલે તો,
ભેદ ભંડારી દે ભીતર બોલતાં, આવ્યાં ઘરે છે.
આઈનામાં કેશ પરનો રંગ જોઈ ને મનોમન,
એ ક્ષણે ત્યાં યાદ પ્રિતમને કરી આહે ભરે છે.
કેમ એકલતા ઘણી ડંખી રહીં સમજાય જાતાં,
વેદના ત્યાં આપમેળે ગાલ પરથી જો સરે છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૦૭/૦૩/૨૦૨૪