પ્રેમ મા ક્યા હુ કાઈ જાજુ માંગુ છુ?
થોડી નજર તારી, ને થોડી લાગણી માંગુ છુ
બંધન તો નથી રાખ્યું પ્રેમ માં મારા,
તારી રીતે નિભાવા તને ઢીલ આપુ છુ,
સ્વાર્થ વિના ચાહવા તો દે હક થી મારા,
મળે તુ તો સીતા, ને ના મળે તો રાધા માનુ છુ,
રાધા વિના નો કાન, ને સીતા વિના નો રામ માનુ છુ,
માન્યું, છે કલિયુગ, પણ હુ ક્યા અધિકાર માંગુ છુ?
પ્રિત જેમ શ્યામ ની હતી, એવી થોડી પળ માંગુ છુ.
લે મારુ નામ કોઈ, તો પેલા તારુ નામ ચાહુ છુ.
સત્ય હોય કે સ્વપ્ન હુ તો સાથ તને ચાહુ છુ,
મરજી ની છે વાત આતો, હુ ક્યાં પરાને માંગુ છુ.
તુ જો હા કાહે તો હા, ના ને ના કાહે તો ના,
હુ તો બંને મા તારા સહમત થવા માંગુ છુ.
વાત પ્રેમ ની હતી તો થયું પૂછી લવુ,
બાકી તારા સિવાય ઈશ્વર પાસે ક્યા કઈ માંગુ છુ.
- Krunal Soni