હૃદયની તડપ વધતી જાય છે, હવે મિલન થવા દે,
મધમધતા તારા દેહને આલિંગન કરી ચંદન થવા દે.
પ્રણયમાં એ હદ સુધી વિલીન થઇ જાઉં છે તારામાં,
દર્દ તને થાય અને મારી આંખોથી તું રુદન થવા દે.
ક્ષણે ક્ષણે અડચર બની ગયા નિયમો દુનિયાદારીના,
તમામ બંધન તોડી ને આવ, જગતનું રુદન થવા દે.
મૃગજળ પાછળ દોડતા હરણની તૃપ્ત થાય પ્યાસ,
સુકાય ગયેલા વિસ્તાર પામેલ રણમાં ચમન થવા દે.
છોડી દીધી છે તમામ આદત જે લત બની ગઈ હતી,
તારા હોઠ પર લગાવું હું હોઠ, મનોજને વ્યસન થવા દે.
મનોજ સંતોકી માનસ