નથી રે હવે હોળીમાં કેસુડાના રંગ
ભુલી રે હોળી ને નાચે છે પીને ભંગ
રસ્તામાં ચાલતા ને કરે છે હવે તંગ
જતાં સારે કામે એનાં બગાડે અંગ
ઘેરાવ કરે નબળાં ને ભેરુ ને લઈ સંગ
ભુલી જાય તહેવાર ને ખેલે છે જાણે જંગ
ખૈલેયામા જતી રહી રે મર્યાદા ને ઉમંગ
કહે નર ઉડે પાવન પ્રેમનો ગુલાબી રંગ
નારાણજી જાડેજા
નર