Gujarati Quote in Motivational by parag gandhi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સાવધાન પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો*
*કમાણી ખૂબ જ મર્યાદિત થઈ ગઈ છે એની સામે મોટા નુકસાનો દેખાઈ
*આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે પરંતુ કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે*

*આજના આ યુગને કર્યો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે*
*આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે
*ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે.*

*_સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેક ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે . પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર કમાતા હતા અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા . આજે સદંતર બંધ થવાના આરે ઉપર છે .મોટા મોટા મોલ ખુલી જતા કંપની ખુલ્લેઆમ ભાવમાં બાંધછોડ કરી પોતાની પ્રોડક્ટ વેચી દેશે.... જેમાં વચ્ચે હવે કોઈ દલાલોની જરૂર પડતી નથી_*

*બાપ દાદા એક ઘરમાં દશ દશ સંતાનો પરણાવ્યા પણ તેઓ ક્યારેય ખોટા ટેન્શન માં જીવ્યા નથી આ વાત પર સતત ધર્મ ગુરુઓ એ ખાસ ભાર મૂકી ને દરેક ને આવનારા બે વર્ષ માપમાં રહેવા જણાવ્યું છે

*હોટેલો-મોટેલો લગ્નો માં દેખાદેખી ના ખોટા ખર્ચાઓ હરવા ફરવા ઉપર સંપૂર્ણ કાપ મૂકી ને આપની તમામ મૂડી ને હાથ પર રાખજો .આગળ બહુ કામ લાગશે.

*વિના બચત નહિ ઉદ્ધાર આ વાક્ય ફરજિયાત કરવુ પડશે*
*બધા સભ્યો ટેવ પાડશો.બાળકોને પણ શીખવો.આગળ આવી રહેલો સમય મગજમાં રાખવો.
ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો ૩૦ થી ૪૦ ટકા માણસો નકામા એટલે કે ધંધા વગરના બની ગયેલા છે , મુદ્દાની વાત કરીએ તો પરિવારના પાંચ સભ્યો બધા સભ્યો પાસે પાંચ થી દસ હજારનો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ( વધારાનો ખર્ચ ) દરેકને દર મહિને રિચાર્જ ( વધારાનો ખર્ચ ) ઇન્ટરનેટ તથા ટીવી નો ખર્ચ પરિવારના દરેક ની પાસે ટુ વ્હીલર કે ફોર વહીલર હોવું તે એક સ્ટેટસ ગણાય છે ( વધારાનો ખર્ચ ) દરેક સાધનોમાં પેટ્રોલ તથા ડીઝલ અને રીપેરીંગ નો ખર્ચ , પહેલા પરિવારના દરેક સભ્યોએ એક જ હોલમાં બેસીને એક પંખા નીચે વાતો કરતા હતા જ્યારે અત્યારે બધાને પોતાની પ્રાઇવસી જોઈએ છે . અલગ અલગ રૂમમાં બેસીને મોબાઈલ પર વાતો કરતા હોય છે
એલઈડી આવવા છતાં પણ લાઇટનું બિલ વધી ગયું છે , ખાવા - પીવા પાર્ટીમાં બર્થ ડે મેરેજ એનિવર્સરી નો દેખાડો વધી ગયો છે , મોભો બતાવવામાં લોકો મનમૂકીને પૈસાનો ખર્ચ કરતા હોય છે
_ટૂંકમાં કહીએ તો માણસ પાસે આજે પૈસા કમાવવા માટેના બધા જ સોર્સ મર્યાદિત બની ગયા છે , અને વાપરવાના હજારો રસ્તા ફરજીયાત બની ગયા છે માટે જ એક પણ મિનિટ બગાડ્યા વિના પૈસાની ફક્ત આવક શરૂ કરતાં શીખો , વાપરવાનું મર્યાદિત રાખો નહીતો 2025 માં મોંઘવારી આસમાને પહોંચશે ધ્યાન નહીં રાખો તો શોધ્યા નહી જડો એ નિશ્ચિત છે

Gujarati Motivational by parag gandhi : 111923535
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now