'પિયર'
શબ્દ જ એવો કે સાંભળીને ચહેરા પર એક હળવી મુસ્કાન આવી જાય અને સાથે એ છૂટી ગયું હોવાથી આંખોમાં પાણી પણ આવી જાય.
દિકરી હતી ત્યારે પોતાનું ઘર હતું પરણતાની સાથે સાસરારૂપી ઘર મળે અને પોતાનું જેને માન્યું એ ઘર પિયર બની જાય.
નવો જમાનો છે કહે વહુ તો દિકરી છે અમારી પણ જ્યારે વાત એમની દિકરીની આવે તો વહુ બનાવી દે ત્યારે પિયર યાદ આવી જાય.
વાર તહેવારે દિકરીને આમંત્રે ત્યારે ભૂલી જાય કે વહુ પણ કોઈની દિકરી છે ત્યારે પિયરની યાદ રડાવી જાય.
દુઃખ હોય ભલે સાસરામાં ક્યારેય કહે નહીં પણ નાની અમથી ખુશી પણ પિયરમાં જણાવવાની તાલાવેલી જાગી જાય.
સારા નરસા બે પાસા, કોઈ દિકરી વહુ બની દિકરી પણ બની જાય અને કોઈ વહુ બની દિકરીને પિયર પણ છોડાવી જાય.
ક્યાંક વડીલો પણ ભૂલ કરી જાય, દિકરી બનવા માગતી વહુને વગર કારણે ખોટી વગોવી જાય ત્યારે પિયરની યાદ રડાવી જાય.