આજે છે *વિશ્વ કાવ્ય દિવસ* 👍
*કેવી રીતે લખું કવિતા,*
સાંભળું છું ફક્ત દિમાગનું,
અને ignore કરું છું દિલની વાતો - કેવી રીતે..
નથી મારામાં કોઈના માટે લાગણી
અને ચાલતી હોય છે ફક્ત ગણતરી - કેવી રીતે..
હવે તો પક્ષીઓ ની ક્યાં હોય છે કલરવ
હોય છે ફક્ત વાહનોનો કલબલાટ - કેવી રીતે..
ચંદ્ર અને મેઘધનુષ્ય ને જોવાની ક્યાં છે ફુરસદ
આખો દિવસ સામે હોય છે લેપટોપનું વોલપેપર - કેવી રીતે..
વાંચતો નથી હું, ક્યારેય બુક
અને જોતો હોઉં છું દિવસ આખો ફેસબૂક - કેવી રીતે..
#priten 'screation