બોલકા બે હોઠ સીવેલા હતા,
ને રખે બેફામ પીધેલા હતા.
ના પળાયાની વધી ગઈ વેદના,
વાયદા આજેય દીધેલા હતા.
આપશે વરદાન એપણ અબઘડી,
દેવળે તો દેવ રીઝેલા હતા.
ભાવશે ખીચડી હવે શીરા સમી,
મગ અને ચોખા જ સીઝેલા હતા.
શું કરે સિંહાસનો,ગાદી અરે,
ઓટલા ગારે જ લીંપેલા હતા.
રસભરી બત્રીસ થઈ ગઈ વાનગી,
રોટલા માના જ ટીપેલા હતા.
આજ બાગમાં ઉત્સવ થશે,
કંટકો થઈ ફૂલ ખીલેલા હતા.