જોડી નો અર્થ સાથે રહેવું એવો નથી થતી વ્હાલા,,,,,
જ્યારે મને એમ થાય કે મારે ક્યાંક જવું છે,
અને ત્યારે મને તેની યાદ આવે તેને જોડી કેહવાય,
જ્યારે સવાર માં પહેલા ઉઠે અને માત્ર ને માત્ર એકમેક નો ખ્યાલ પહેલો આવે ,
અને આપણી આંગળીયો મોબાઈલ માં સુપ્રભાત લખવા ફરી જાય,
એને કહીશું જોડી,
સાલું !દુનિયા ભરનું ભાવતું ભોજન સામે પડ્યું હોય,
પણ એના વગર એક કોળિયો પણ ગળે ના ઉતરે
અને કહીશું જોડી,
બે કપ કોફી કે ચા વગર એકમેક નો દિવસ ના જાય,
મળવા માટે હૃદય માં બસ આતુરતા દેખાય ,
એને કહીશું જોડી,
કદાચ કોઈ દોસ્ત બંને માંથી એક વ્યક્તિ ને જોઈ લે,
અને તેની આંખો બીજા ને જોવા આસપાસ ફરી વળે કે એક અહીંયા છે તો બીજો અહીંયા જ હશે ,
એને કહીશું જોડી,
જેમ ક્રિષ્ણા ના નામ ને યાદ કરતા જ રાધા યાદ આવી જાય,
એમ તારા નામ સાથે મારું નામ આપોઆપ આવી જાય
એને કહીશું જોડી,
દુનિયા ની મોહ માયા અને લાગણી ની છોડી સવારી ,
હા ,એટલે જ છે અદભુત અને પ્રેમાળ બંને ની જોડી અમારી.
~ નંદી❤️