અજમાઈશ કરી જોઉં કૈક,આત્માનું સાંભળી,
દુનિયાની રીતમા રસ્તો આ ખાલી પાર થયો છે.
સન્માન મળ્યું ક્યારેક,તિરસ્કાર ભારોભાર થયો છે.
મૂલ્ય કામનું શું? જ્યારે વીત્યું એ ભૂતકાળ થયો છે.
ડગર ડગર કોઈકના ઈશારે ચાલી,થાકયું શરીર,
આનંદ લૂંટવાને આ સફરે, હિત તડીપાર થયો છે.
મોતને અંતે,બાકી રહી ગયું છે હવે એટલું જાણવું,
આ,દેહ પણ ક્યાં ખુદ આપણો,સાથીદાર થયો છે.