જોને કેવું આ અનોખું છે,
તારાં ને મારાં પ્રેમનું બંધન અનોખું છે.
તને જોયા વિના મને ન ચાલે ને,
મને જોયા વિના તને ન ચાલે.
જોને આ કેવું અનોખું છે.
તારી યાદ આવે છે ને,
આંખો રડી પડે છે,
પણ આ રડવાનું પણ કોઈને કહેવાય નહીં.
જોને આ કેવું અનોખું છે.
વાત તો તારી જ છે,
પણ તને કહીં શકાય નહીં,
જોને આ કેવું અનોખું છે.
તને મળવાની તાલાવેલી તો ખૂબ છે,
પણ તને મળી શકાય નહીં,
અને મળ્યા વિના પણ રહેવાય નહીં.
જોને આ કેવું અનોખું છે.
તને ખૂબ પ્રેમ કરું છું,
તને ખૂબ યાદ કરું છું,
પણ કમનસીબી તો જો,
એ વાત તને કહી પણ નથી શકતી.
જોને આ કેવું અનોખું છે.
હું રાહ જોઉં છું તને મળવાની,
પણ તને મળીશ કે નહીં એ પણ નથી જાણતી.
જોને આ કેવું અનોખું છે.
-વૈશાલી પરમાર