Gujarati Quote in Thought by ADRIL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટવીટર નો તોડ …

ઈલોન મસ્ક ને ટવીટર ખરીદવાનું કેમ સૂજ્યું ?

- ઈલોન મસ્કના ટોટલ ફોલોઅર્સ આજની તારીખમાં લગભગ 84 મિલિયન આસપાસ છે..

- અમેરિકાની SEC (સેક્યુરીટી એક્સચેન્જ કમિશન જે સ્ટૉક માર્કેટ કંટ્રોલ કરે...) એણે એલોન મસ્ક ને બૅન કરી દીધો. અને SEC એ એને ફરજ પાડી કે ટવીટ કરતાં પહેલા અમારી પ્રિ-અપ્રુવલ લેવી પડશે. કેમ કે એની એક ટવીટ થી ઈલોન મસ્ક શેર ના ભાવ ઉપર-નીચે કરી નાખે છે.

- બીજી બાજુ આવો પાવર ધરાવતા ઈલોન મસ્કે વિચાર્યું કે ટવીટર ડૉનાલ્ડ ટ્રમ્પ ને રિમૂવ કરી શકે તો પોતે કઈ ખેત ની મૂળી હતી ? ટવીટર પોતે કોઈનું પણ એકાઉન્ટ રિમૂવ કરવા માટે કેટલું બદનામ છે એ કોણ નથી જાણતું ?

- ઈલોન માસ્ક ને લાગ્યું કે ટવીટર હાથમાં રહેવું જોઈએ, કેમ કે ટવીટ કરીને માર્કેટ હલાવી નાખવાનો પાવર હાથમાંથી જવો ના જોઈએ...

અને બસ,... રાતોરાત ટવીટર ટેક-ઓવર થઇ ગયું ..

પણ, હિસાબ શું છે એમાં ??

44 બિલિયન ની ટવીટર એક પબ્લિક કંપની હતી
એને ઓક્ટોબર 2022 માં ખરીદી લીધી..
આ ઈલોન મસ્કે 1999 માં X.COM નામની કંપની રજીસ્ટર કરેલી હતી.
ટવીટર ઈલોન મસ્ક દ્વારા X.COM નામથી રિબ્રાન્ડ કરવામાં આવી
અને એને પ્રાઇવેટ કંપની બનાવી દીધી.

આ X.COM ને એણે માત્ર 19 બિલિયન માં પોતાની જ બીજી એક કંપનીને વેચી દીધી.

મતલબ
કંપનીની વેલ્યુ પેપર ઉપર 25 બિલિયન ડોલર થી ઓછી અંકાઈ
( રિયલમાં નહિ - માત્ર પેપર ઉપર )

પણ શું કામ .. ??
કારણ કે
કોઈ પણ સ્ટોક, પ્રોપર્ટી કે સંપત્તિ ને વેચી ને મેળવેલા પ્રોફિટ ઉપર ટેક્ષ આપવો પડે છે. ( કેપિટલ ગેઇન ટેક્ષ )
અને આ જ ટેક્ષ કોડ મુજબ
કોઈ પણ નુકશાન અથવા લોસને તમે સંપત્તિ વેચીને કમાયેલા પ્રોફિટથી બાદ પણ મેળવી શકો છો

સાર:
1 કંપની ખરીદી અને 1 કંપની વેચી,..
માત્ર 2 જ ટ્રાન્ઝેકશેન થી ... શું થયું ?

25 બિલિયન ડોલર ઉપર ટેક્ષ ભરવામાંથી બચી જવાયું . .
અને
અમેરિકામાં કેપિટલ ગેઇન ટેક્ષ રેટ શું છે એ તો તમને ગૂગલ જણાવી જ દેશે...

Gujarati Thought by ADRIL : 111922292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now