ક્યારેક બસ એટલું સમજતાં
આખો ભવ નીકળી જાય છે
કે આપણને જેની ખરેખર જરૂર હતી,
એ રૂપિયા નહોતા.
એ સ્વાસ્થ્ય હતું.
માનસિક શાંતિ હતી.
આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી.
હાસ્ય અને હળવી ક્ષણો હતી.
એક કપ ચા, એક બાંકડો
અને સૂર્યાસ્ત હતો.
એક પુસ્તક હતું.
એક મિત્ર હતો.
એક કુટુંબ હતું.
જેની હકીકતમાં જરૂર હતી
એ પામવા માટે વધુ દોડવાની નહીં,
અટકી જવાની જરૂર હતી...