Gujarati Quote in Thank You by Gautam Patel

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જાયફળ ના બદલે ન્યુયોર્ક*

જાયફળને ભલે King of Spices બિરુદ સાંપડ્યું નથી, છતાં લગભગ પાંચસો વર્ષ પહેલાં તેનો ભાવ સોના કરતાં વધારે બોલાતો એ મરીમસાલાની તવારીખમાં નોંધાયેલી હકીકત છે. જાયફળ મિનિમમ ૧૬ મીટર (૪૦ ફીટ) ઊંચા વૃક્ષ પર થાય છે. શરૂઆતમાં ફળ લીલું હોય છે; ત્યાર બાદ ભૂખરો રંગ ધારણ કહે છે. તૈયાર જાયફળનું ઉપલું પડ (જાવંત્રી) કાઢી નાખો ત્યારે મીજ (અંદરનો ભાગ) જોવા મળે છે. જાયફળમાં રહેલું myristicin તત્ત્વ કેફી છે. નિદ્રા લાવે છે, પણ તેની વધુ પડતી માત્રા લીવર તથા મૂત્રપિંડ જેવા અવયવો ના કાર્ય ને ખોરવી નાખે. કદાચ જીવલેણ પણ બને.

અમેરિકાના ન્યૂયોર્ક શહેર સાથે જાયફળને સંબંધ (અને તે
પણ ગાઢ સંબંધ) છે. પાંચેક સદીઓ પહેલાં યુરોપમાં જાયફળ માટે પુષ્કળ માગ રહેતી. જાયફળનો ભૌગોલિક સ્ત્રોત રહસ્ય હતો. ‘ઇન્ડિઝ’થી તેનો સપ્લાય આવતો હોવાના વાવડ મળતાં સ્પેનની રાણી ઇસાબેલાએ ૧૪૯૨માં ઇટાલિયન સાગરખેડુ ક્રિસ્ટોફર કોલમ્બસને જાયફળનો પ્રદેશ શોધી કાઢવા રવાના ર્યો, પરંતુ એ હિરો ઘોઘે પહોંચ્યો. ઇન્ડોનેશિયાના Spice Islands નામે
ખ્યાતિ પામનાર બાન્ડા દ્વીપો પર જાયફળ થતા હતા, પોર્ટુગિઝોએ ૧૫૧૧માં ત્યાંનો મલક્કા ભૂશિરપ્રદેશ
કબજે મેળવ્યો, ૧૫૯૯માં નેધરલેન્ડના ડચ સાહસિકોએ તેમને હરાવી બાન્ડા ટાપુઓ જીત્યા અને પછી ૧૬૦૩માં
અંગ્રેજોએ ડચ સામે દરિયાઇ યુદ્ધ લડીને બાન્ડા દ્વીપસમૂહના બે ટાપુઓ આંચકી લીધા. યુદ્ધ બેય પક્ષે ખુવારીજનક નીવડ્યું.
જાયફળનું મહત્ત્વ અને મૂલ્ય જોતાં ફરી વખત સાગરસંગ્રામ થાય એ નક્કી હતું, માટે એવી નોબત ટાળવા અંગ્રેજો અને ડચ સમાધાન પર આવ્યા. બેમાંનો મોટો બાન્ડા ટાપુ અંગ્રેજો પાછો સુપરત કરે તો બદલામાં નેધરલેન્ડે અમેરિકામાં પોતાની માલિકીનું શહેર આપવાની સામી ઓફર મૂકી અને તે પ્રસ્તાવ અંગ્રેજોએ સ્વીકારી લીધો. (અંગ્રેજો ત્યારે પૂર્વ અમેરિકા પર કબજો ધરાવતા હતા.)
નેધરલેન્ડે પાછું આપેલું શહેર New
Amsterdam, જેનુ નામ નેધરલેન્ડના શહેર પર થી પાડવામાં આવ્યું હતું armsterdam જે હવે New York કહેવાય છે. તે બ્રિટન ના કબજા માં આવ્યા બાદ બ્રિટન ના Yorkshire પરથી તેનુ નામ new york કરવામાં આવ્યું

Gujarati Thank You by Gautam Patel : 111921956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now