કેશુ પ્રેમ તેજ સમજાતું નથી.
પ્રેમને હોય શું ?તે કળાતું નથી.
કહે સૌ કોઈ અઢી અક્ષર,
અને સાક્ષરમા સમાતું નથી.
એ શુ ચીજ છે? અવ્યક્ત માં,
વ્યક્તના વંટોળે ઉડાતુ નથી.
ચાહો મુક વાણીમાં એવું બને,
વાણીના વાવાજોડે ધુમાતુ નથી .
એમ જ વિસરાઈ જવાનુ હોય,
સર્જનમાં રંગાઈ જવાતું નથી.
મનરવ હવે કવિતામાં કળાઈ રહે
મનગમતા રસ જરમાં રમાતું નથી.