" વિશ્વ મહિલા દિવસની શુભકામના "
......" એક સવાલ ❓"
પાંજરામાં પૂરી એક પંખીને, હરખાય છે?
કહો શું આને જ આઝાદી કહેવાય છે?
નામ આપ્યું ગૃહિણી, ઘરની લક્ષ્મી!
તો, વગર વેતને કેમ કામ કરાવાય છે?
નારી તું નારાયણીના બણગાં ફૂંકીને,
કેમ સરેઆમ એની લાજ લૂંટાય છે?
નારી શક્તિ, નારી ભક્તિ જો કહેતાં હો,
તો, ઘરમાં કેમ એ સતત વગોવાય છે?
છે સક્ષમ "વ્યોમ" સુધી ભરવાને ઉડાન,
તો ગર્ભમાં જ કેમ એની હત્યા કરાય છે?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.