રુણાનુંબંધ
આને યોગાનુંયોગ સમજુ યા કોઇ ઈશ્વરી સંકેત આજે ૩૦ , ૩૦ વર્ષનો સમય વહી ગયા પછી અશક્ય શક્ય થવા જઇ રહ્યુ હતુ
વર્ષોથી બીછડેલ દીલ વી ડોર તૂટીને ફરી નવી મંજીલપર કદમ મૂકવા જઇ રહયા છે.
સાચે જ કહ્યુછે કુદરત પણ સાચા દીલની તડપને એક કરીને શાંત થાય છે
આજે ૩૦, ૩૦ વર્ષના સમય પછી પણ બંનેના દીલની તડપ તો અનમીટ બની નેજ રહી હતી,પરંતુ રુઢી ચુસ્ત સમાજ અને ખાસતો નેહા ના વડીલોની જીદ આગળ પોતાના સ્વપ્નની બલી ચઢાવી હતી માબાપની ઇચ્છાને માન આપી ફોઇનાજ ભાઇના છોકરા સાથે સંસાર માંડી બેઠી, પરંતુ થોડો સમય બંધુ બરાબર ચાલ્યું પરંતુ લાખ બાધા આખડી અને ડોકટરોની ટ્રીટમેન્ટ પછી પણ સંતાન ન થતા સમીરનું મન પણ ઘરવાળાઓ સાથે મળી સ્નેહાની ઉપેક્ષા કરતો અને સાથેજ ઓફીસમાં કામ કરતી દીપા સાથે સંબંધ બાંધી હતો ઓફીસના કામને બહાને શની રવી પણ બહાર જ વીતાવતો,અને હવેતો સ્નેહાકર્ષણ વીના નાની વાતોમાં ગુસ્સો કરી હાથ પણ ઉપાડતો .
જ્યાં નોકરી સાથે ઘરનાં કામ અને અસહ્ય ત્રાસ સાથે મને કમને પ વર્ષ પછી છુટા થયા. નોકરીના બલબૂતે પ વર્ષ ગુજાર્યા પંછી ગામની નોકરી છોડી અનાથાશ્રમની નોકરી સ્વીકારી લીધી,તાકી પોતે પણ અનાથ જ હોય ઓશિયાળી જીંદગી કરતા સ્વમાનની નોકરી સ્વીકારી લીધી
અનાથને અનાથનો સહારો મળ્યો.જીંદગી એની રફતારે દિવસે વીતાવી રહી.જ્યારે શેખરે તો આજીવન બીજાલગ્નજ ના કર્યા,અને મુબઇજ બદલી લઈ લીધી કીસ્મતની જોરે અને જાત મહેનત આજે આ પોષ્ટ પર પહોંચ્યો હતો,જેના હસ્તક એજ અનાથાશ્રમની સીલ્વર જયુબલીનીપોગ્રામમા ચીફ તરીકે આમંત્રીત મહેમાન બની આવ્યો હતો.કેવો જોગાનું જોગ અને મહેમાનને પુષ્પગુછ આપી સન્માનવાની જવાબદારી સનેહા પર આવી હતી .સ્ટેજપરજ ચાર આંખોનુ મીલન થતા ભુલી યાદોને નવજીવન આપી બેઠા એકબીજાને જોતાજ શેખર તત્કાલ નિર્ણય કરી લીધો,ફંકશન પત્યા પછી પહેલુ કામ સ્નેહાને મળવાનું કર્યુ,મુલાકાતો ને સીલસીલો ફરી ચાલુ થયો,પ્યારની ગાંઠ વધુ મજબૂત બની ,કોઇની રજામંદીની તો જરુરત જ નહતી “મીયાબીબી રાજી તો ક્યાં કરેગા કાજી.”તેમ છતા સ્નેહા અને શેખરે અનાથાશ્રમના કાર્યકર્તાની રજામંદી જરુરી સમજી, કારણ અનાથાશ્રમ એ કોઇ માત્ર સંસ્થા નહતી ,સ્નેહાનું મૈયર જ હતુ .જ્યારે કાર્યકર્તાઓ એ પણ આ વાત જાણી તો ખુશી થી વધાવી લીધી .દિવસ નક્કી કરી, આશ્રમને સજાવી રંગેચંગે સર્વેની હાજરીમાં સ્નેહાનો હાથ શેખર ના હાથમાં સોંપી કન્યાદાનની રસ્મ નીભાવી. બે બીછડેલ જીવનને નવી જીંદગી અર્પિત કરી .દીકરી વળાવિયાની રુણમાંથી મુક્ત થયા .