ગમે મને
બોલવાનો આડંબર નથી મને,
વર્તનમાં ઔપચારિકતા ની તાલીમની કચાશ મને
લાગણીઓને શબ્દો દ્વારા કંડારવાની આદત મને
હળવા સબંધો કાયમ ગમે મને
ભાર સાથેની હાજરી કોઈની સતાવે મને
નિખાલસતા કાયમ સદે મને
ક્યારેક બોલવા કરતા મૌન રહેવાની મજા મને
ન કીધેલું પણ આપ જાણો એવું ગમે મને
ક્રિષ્ના - સખી
#Falgun