"બીજાના પગ ચાંપી મને અનુસરવું નથી ગમતું,
અને તણખલાના સહારે મને તરવું નથી ગમતું.
જીવન જિંદાદિલીથી જીવું છું એટલુ ઘણું છે,
અને હવે ઝાઝું કોઈને કરગરવું મને નથી ગમતું.
તારી મજલ તો હજી ઘણી આગળ છે "હરી"
હજી પોરો ખાદ્યો છે એટલે ક્યાંય અટકવું નથી ગમતું."
- હરેશ ચાવડા "હરી"
#ઘાયલદિલ
#જિંદાદિલી
#અધુરોપ્રેમ