❛❛આંગળી છોડીને અળગો ના કર્યો,
મેં મને દુનિયામાં ભળતો ના કર્યો.
કેટલો ઘોંઘાટ પહેલાથી હતો,
એને ઉત્તર દઈને બમણો ના કર્યો.
ખોટું લાગે એ ડરે તું ચૂપ રહ્યો,
મારો જીર્ણોદ્ધાર સરખો ના કર્યો.
હુંય તારા સ્પર્શનો આનંદ લેત,
તેં મને માળાનો મણકો ના કર્યો.❜❜
- હરેશ ચાવડા ❝ હરી ❞