વસંત હજી બાકી છે.
પાનખર આવ્યું પણ વસંત હજી બાકી છે
નિરાશાનું અંધકાર ભલે હોય પણ
આશાની સવાર હજુ બાકી છે
અબોલા ગમે તેટલા હોય પણ બોલવાના અવસરો હજુ બાકી છે
અપેક્ષાઓ ભલે અધૂરી છે
પણ તેને પૂરી કરવા ઈચ્છાઓ હજુ બાકી છે
આપણાં બંને ની વચ્ચે મૌન છે પણ સંવાદનું બહાનું હજુ બાકી છે.
સંબંધો નાં સમીકરણ જરા ઢીલા ભલે પડ્યા
પણ તેને મજબૂત કરવાના પ્રયાસો હજી બાકી છે
પાનખર ભલે છે પણ વસંત હજી બાકી છે
ક્રિષ્ના- સખી