લાવી આપો ત્રાજવું મુજને
જરા હું પણ જોખુ મારા સંબંધને
મૌન ક્યારે રહેવું અને ક્યારે બોલવું મારે
એની કરવી છે ચોખવટ મારે
નથી બોલતી એટલે એવું થાય છે
બહુ બોલી તું બધું બગાડે છે
એવી સલાહ નથી જોઇતી હવે મારે
સંબંધોની ભીનાશ સુકાય હવે
ભ્રમની એ દુનિયા છોડવી મારે
દંભી સબંધનો ભાગ ન થવું મારે
લાવી આપો ત્રાજવું મુજને
જરા જોખું હું પણ મારા સંબંધને હવે ..
ક્રિષ્ના- સખી.