હું ગરવો ગુજરાતી
ઘરમાં માંગું પીત્ઝાને પાસ્તા
ઇટલીમાં ખીચડી
એરપોર્ટ પર ખાંઉ ઢેબરાં ને છુંદો
પ્લેનમાં માંગું વ્હીસ્કી
કડક ચાની ચુસ્કી સાથે
યા યા હું બોલતો જાઉં
સંગીત વાગે ગમે તેવું
હું તો ગરબા જ કરતો જાંઉ
આમ તો હું છુ બહુ કજુંસ
પણ ફરવાનો જબરો શોખીન
ઢોકળા, ખમણને ફાફ્ડા ખાતાં
કરતો રહું હું જોગીંગ
આવડે નહીં અંગ્રેજી બહુ ઝાઝું
પણ સંતાનને ભણાવું
પાછુ ગીટપીટ કરતાં બાળકોને
વડીલનો આદર સમજાવું.
ફરૂ બહાર છાતી કાઢી
ઘરમાં પત્નીનું માનું
ફરતો ભલે મોંઘી ગાડીમાં
પણ રસ્તે પીચકારી મારુ.
બુદ્ધિ મારી વેપારીની
દુનિયામાં વખણાતી
પડખે સદા સૌના સુખદુઃખમાં
હું છેલછબીલો ગુજરાતી.